Add to Book Shelf
Flag as Inappropriate
Email this Book

Short Biography Ofkrantiguru Pandit Shyamaji Krishnavarma- ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર : ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર

By Padhya, Hemantkumar, Gajanan

Click here to view

Book Id: WPLBN0100000463
Format Type: PDF eBook:
File Size: 3.42 MB
Reproduction Date: 04/10/2007

Title: Short Biography Ofkrantiguru Pandit Shyamaji Krishnavarma- ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર : ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર  
Author: Padhya, Hemantkumar, Gajanan
Volume:
Language: Gujarati
Subject: Non Fiction, World History, Indian Freedom Struggle
Collections: Authors Community, Biographies
Historic
Publication Date:
2007
Publisher: USHA PRAKASHAN
Member Page: HEMANT PADHYA

Citation

APA MLA Chicago

Gajanan Padhya, B. H. (2007). Short Biography Ofkrantiguru Pandit Shyamaji Krishnavarma- ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર : ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા- સંક્ષિપ્ત જીવન ચરિત્ર. Retrieved from http://gutenberg.cc/


Description
લેખકનું નિવેદન ભારતની સ્વતંત્રતાનો ઈતિહાસને તટસ્થ અને પક્ષપાત રહીત સત્ય સ્વરુપમાં લખવામાં આવ્યો હોત તો એમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માજીનું શુભનામ સુવર્ણ અક્ષરોમાં પ્રથમ પંક્તિમાં અંકિત થયું હોત. પરંતુ દુર્ભાગ્યે સ્વતંત્રતા પર્યંત સત્તાધારીપક્ષનાં અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રત્યેનાં રાજનૈતિક દુરાગ્રહ, પક્ષપાત, અવગણનાં અને ઉપેક્ષાનાં સ્વાર્થી શડયંત્રને કારણે અન્ય સશસ્ત્ર ક્રાંતિકારી રાજનેતાઓની જેમ પંડિત શ્યામજી કૃષ્ણવર્માજીનું નામ પણ ભારતનાં જનસમાજમાં પ્રચલીતતા પામી શક્યું ન હતું અને તેમનાં અસ્થિઓને જીનિવાનાં સ્મશાનગૃહની તિજોરીમાં ૭૩ વર્ષ સુધી પોતાની માતૃભૂમિ ભારત આવવાં તપસ્યા કરવી પડી હતી. પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં અસ્થિઓને સાત દાયકા પછી ભારત લાવવાનાં અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવવાનો અને એક મહાન ક્રાંતિવીરની સેવા કરવાનો અણમોલ લહાવો મળ્યો એ માટે હું મારી જાતને યથાર્થ સમજું છુ. પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં જીવન પર વિવિધ ભાષાઓમાં લખાયેલાં અન્ય જીવન ચરિત્રોનો મુખ્યાધાર શ્રી ઈંદુલાલ યાજ્ઞીક દ્વારાં અંગ્રેજીમાં લખાયેલ જીવન ચરિત્ર પર જ અવલંબિત રહ્યો છે. જેનું લેખન કાર્ય તેમણે ૧૯૩૪માં લંડન ખાતે પુરું કર્યું હતું અને આ પુસ્તકનું ટાયપીંગ કામ મિસીસ. રોઉસ નામની બ્રિટિશ મહિલાએ કર્યું હતું. આ જીવન ચરિત્રનાં લેખન કાર્ય માટે પંડિત શ્યામજી અને ભાનૂમતિજીનાં વસીયતનામાનાં વહીવટદાર અને મિત્ર શ્રી સરદારસિંહ રાણાએ ભાનુમતિજીની મિલ્કતમાંથી આકર્શક મહેનતાણું આપીને શ્રી ઈંદુલાલ યાજ્ઞીકને આ પુસ્તક લખવાં નિયુક્ત કર્યાં હતાં. આ પુસ્તક્નું પ્રકાશ સોળ વર્ષ બાદ રાજનૈતિક કારણોસર ૧૯૫૦માં મુંબઈનાં લક્ષ્મી પબ્લિકેશને કર્યું હતું. જયંતિ દલાલ નામનાં પ્રકાશકે આ પુસ્તકનાં ગુજરાતી ભષાંતરનું પ્રકાશન ‘’ગતિ’’ નામનાં ગુજરાતી સાપ્તાહિકમાં ધારાવાહી સ્વરૂપે ૧૯૪૭-૪૮ દરમિયાન કર્યું હતું. આ ઉપરાંત રાયબહાદુર હરબિલાસ શારદાએ ઈંગ્લીશમાં લખેલ પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં સંસ્મરણોનાં પુસ્તકે પણ તેમનાં જીવન ચરિત્ર પર અત્યંત મહત્વનો પ્રકાશ પાડ્યો છે. પંડિત શ્યામજી વિષેનાં મારાં લખેલ ફોટોગ્રાફિક રેમીનીસન્સ ઓફ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા, પુષ્પાંજલી અને શ્રદ્ધાંજલી પુસ્તકોનાં પ્રકાશન તેમજ તેમનાં જીવન પર સીડી રોમ અને શ્રદ્ધાંજલીનાં મારાં ગીતોની એમપીથ્રી સીડીનાં પ્રકાશન બાદ હવે પંડિત શ્યામજીના જીવન અને કાર્યોનો પ્રચાર અને પ્રસાર કરવાનાં અને તેમનાં સંસ્મરણોને સદા ઝળહળતાં રાખવાનાં મારાં અભિયાન અને પ્રયત્નોનાં ભાગરૂપે આ ગુજરાતી ભાષામાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માજીનાં સંક્ષિપ્ત જીવન ચરિત્રની આ પુસ્તિકા પ્રકાશીત કરતાં પરમાનંદ અનુભવું છું. હું અપેક્ષા રાખું છું કે આ નવાગંતુક પુસ્તિકા દેશભક્ત વાંચકો અને વિદ્યાર્થીઓને પંડિત શ્યામજી કૃષ્ણવર્માજીનાં જીવનની ઝળહળતી ઝાંખી કરાવવાં સહાયક બની રહે. આ મહાન રાષ્ટ્રપુરુષ અને ક્રાંતિગુરુની સ્મૃતિને સદા જ્વલંત રાખવાનાં મારાં અભિયાનને રાષ્ટ્રભક્તો સપ્રેમ આવકારશે એવી અભિલાષા સહ અભ્યર્થના. - હેમંતકુમાર ગજાનન પાધ્યા

Summary
પ્રસ્તાવના ભારતને સ્વતંત્ર કરાવવા માટે અહિંસાત્મક આંદોલન અને ગાંધીજીને જ સંપૂર્ણ શ્રેય અને માન આપવાનાં ભારતીય સ્વતંત્રતાનાં ઈતિહાસનાં રાજનીતિથી પ્રભાવિત અને પ્રેરીત મોટાંભાગનાં ઈતિહાસકારોની આ એક મહામોટી અક્ષમ્ય ભૂલ છે. ભારતને બ્રિટીશ સામ્રાજ્યની પરતંત્રતા અને દમનમાંથી મૂક્ત કરાવવાનાં અભિયાનમાં સશસ્ત્રક્રાંતિનાં હિંસાત્મક આંદોલનની મુખ્ય ભૂમિકાએ ભજવેલ અગત્યનો ભાગ વધુ નહિ તો પણ સરખે સરખો ભાગીદાર છે. ભારતની સ્વતંત્રતા પ્રાપ્તિનાં મહાઅભિયાનમાં લાખ્ખો નામી અને અનામી ભારતીય વીરો અને વીરાંગનાઓએ પોતાનાં પ્રાણની આહૂતિ અર્પણ કરી હતી. ભારતની સ્વતંત્રતા એ અહિંસાત્મક આંદોલન અને હિંસાત્મક લોહિયાળ ક્રાંતિનાં યોગદાનનાં સમન્વયનું મહાફળ છે આથી યશની કલગી ફક્ત અહિંસાત્મક આંદોલનવાદી ગાંધીજી અને તેમનાં ગણ્યાં ગાંઠ્યાં એક બે નેતાઓને જ માથે પહેરાવવી એ અયોગ્ય, અવાસ્તવિક અને ભેદભાવી છે. ભારતની સ્વતંત્રતા બાદ સુભાષચન્દ્ર બોઝ, રાસબિહારી, અરવિંદ ઘોષ, ભગતસિંઘ, સરદાર પટેલ, લોકમાન્ય તિળક, બાઘા જતિન મુખર્જી જેવાં તેમજ અનેક બંગાળી અને અન્ય પ્રાંતનાં ક્રાંતિકારી નેતાઓ તેમજ પરદેશમાં રહી ક્રાંતિકારી ચળવળ ચલાવનારાં ઈન્ડિયન હોમરૂલ સોસાયટીનાં નેતા પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને તેનાં સાથીદારો તેમજ ગદ્દર ચળવળનાં પંજાબી નેતાઓની અવગણના અને ઉપેક્ષા કરી સમતુલ્ય બહુમાન ન આપવાનું અને તેમનાં નામ અને કાર્યોને ભારતની સ્વતંત્રતાનાં ઈતિહાસમાં યોગ્ય સ્થાન ન આપવાનું રાજકીય શડયંત્ર ખેલવામાં આવ્યું છે. સાત દાયકાથી ચાલતાં આ શડયંત્રની જાળને તોડી અન્ય સ્વાતંત્ર્યવીરોને સન્માન, મોભ્ભો અને ભારતનાં ઈતિહાસમાં તેમને સુયોગ્ય સ્થાન અપાવાનો સમય હવે પરિપક્વ થઈ ગયો છે. ઓગણીશમી સદીમાં ભારતની સ્વતંત્રતાની માંગણીનો મહાનાદ ગુંજાવનાર અને જનજાગૃતિને ભડકાવનાર સર્વપ્રથમ ગુજરાતી ભારતીય મોહનદાસ કરમચંદ ગાંધી નહિં પરંતુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા હતાં. ભારતને બ્રિટીશ સામ્રાજ્યની પરતંત્રતામાંથી મુક્ત કરી સંપુર્ણ સ્વતંત્રતા અપાવવાના અભિયાનમાં ગાંધીજીનું યોગદાન પણ ગણના પાત્ર છે પરંતુ એ વાત જાણીને ઘણાંને આશ્ચર્ય થશે કે પંડીત શ્યામજી કૃષ્ણવર્માનું યોગદાન ગાંધીજીનાં યોગદાન કરતાં અત્યંત અધિક અને વિશેષ મહત્વપુર્ણ હતું કારણકે પંડિત શ્યામજીએ ગાંધીજી કરતાં ૨૦ વર્ષ પહેલાં ભારતને સ્વતંત્ર કરવાની ચળવળ બ્રિટીશ શત્રુઓનાં ઘર આંગણે એમનાં સામ્રાજ્યની રાજધાની લંડનમાં શરુ કરી હતી. વિશેષમાં ગાંધીજી ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં પ્રવેશ કર્યો તેનાં ૧૫ વર્ષ પહેલાં પંડીત શ્યામજીએ અંગ્રેજોને ભારતમાંથી હાંકીકાઢવા અહિંસા, અસહકાર, અસહયોગ અને બહિષ્કારના શસ્ત્રનો ઉપયોગ કરવાનો સર્વ પ્રથમ બોધપાઠ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા એ આપ્યો હતો જેને ગાંધીજીએ કાળાંતરે ૨૫ વર્ષ પછી અસહકાર આંદોલનનું નવું નામ આપી ચળવળ ચલાવી હતી. આરીતે જોતાં ગાંધીજી તો પંડીત શ્યામજી અને એની આ વિચારધાનાં અનુગામી હતાં જ્યારે પંડીત શ્યામજી તો ભારતની સ્વતંત્રતાનાં સંગ્રામમાં ગુજરાતનાં સર્વ પ્રથમ લડવૈયા અને મહાપુરુષ હતાં. ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું નામ એમનાંજ અનુજ અને અનુગામી મહાત્મા ગાંધીજી જેટલું પ્રસિદ્ધ કે પ્રખ્યાત ન હોવાં છતાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માએ આપણી માતૃભૂમિ ભારતને સ્વતંત્ર કરાવવાં કરેલ અથાગ પ્રયત્નો તેમજ તેમણે અર્પણ કરેલ તન મન અને ધનનું બલીદાન ગાંધીજીકે અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ કરતાં લેશ માત્ર પણ ઓછું નથી. આ વાતનો અહેસાસ દરેક ભારતીયને હોવો જોઈએ એ આશયથી ભારત દેશની આવી મહાન વિભૂતિનાં જીવન અને કાર્યને સામાન્ય લોકોમાં પ્રચલીત કરવાનાં આશયથી આ સંક્ષિપ્ત જીવન ચરિત્ર ગુજરાતી ભાષામાં પ્રકાશીત કરતાં આનંદ સહ ગૌરવ અનુભવીયે છીએ. ભારતની સ્વતંત્રાતાનાં ઈતિહાસમાં ભુલાયેલાં મહાન ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણવર્માની સ્મતિને જ્વલંત રાખવાનાં અમારાં અભિયાનનાં યોગદાન સ્વરૂપ તેમનાં જીવન ચરિત્ર પર પ્રકાશિત કરવામાં આવેલ અમારી આ પુસ્તિકાને ગૌરવવંતી ગુજરાતની પ્રજા, ઇતિહાસકારો, વિદ્યાર્થીઓ આવકારશે એવી અપેક્ષા. -પ્રકાશક

Excerpt
‘’પંડિત શ્યામજી કૃષ્ણવર્મા એ એક એવી વ્યક્તિ છે કે જેને માટે ઈંગ્લંડ અને ભારત બન્ને ગૌરવ લઈ શકે છે કારણ કે તેઓ બન્ને નાગરિકતાઓનાં ઘણાં શ્રેષ્ઠ ગુણોને જોડતાં દ્રષ્ટીમાન થાય છે.’’ – મિ. રોબર્ટ નીધામ ક્સ્ટ, બ્રિટનનાં મહાન ભાષાશાસ્ત્રી

Table of Contents
અનુક્રમ [૧] પંડિત શ્યામજી કૃષ્ણવર્માનો પરિચય [૨] કૌટુંબિક પૃષ્ઠભૂમિ, જન્મ અને શિક્ષણ [૩] પંડિત શ્યામજીની ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે સિદ્ધિઓ [૪] જન્મભૂમિની સેવા માટે ભારતમાં પ્રત્યાગમન [૫] જન્મભૂમિની સ્વતંત્રતા માટે સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલવા ઈંગ્લેન્ડમાં પ્રત્યાગમન [૬] ઈંગ્લેન્ડ અને યુરોપમાં ભારતની પ્રથમ ક્રાંતિકારી સ્વાતંત્ર્ય ચળવળનાં શ્રી ગણેશ [૭] પેરીસ અને જીનીવામાં શ્યામજી પંડિતની ચળવળ અને અંતિમ દિવસો [૮] ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્માની અંતિમ ઈચ્છાની પરિપૂર્ણતાની ગાથા [૯] પંડિત શ્યામજીની સ્મૃતિને સજીવન રાખવાં ઈંગ્લંડમાં થયેલાં પ્રયાસો [૧૦] પંડિત શ્યામજીની સ્મૃતિને સજીવન કરવાં ભારતમાં થયેલાં પ્રયાસો [૧૧] લેખકનો પરિચય

 
 



Copyright © World Library Foundation. All rights reserved. eBooks from Project Gutenberg are sponsored by the World Library Foundation,
a 501c(4) Member's Support Non-Profit Organization, and is NOT affiliated with any governmental agency or department.